સોમવાર, 1 સપ્ટેમ્બર, 2014

News about DA hike

સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) હાલમાં 100 ટકા વધારીને 107 ટકા કરવાની મંજૂરી આપી દેવામાં આવી શકે છે. આ દ્વારા કેન્દ્ર સરકારની આ ભલામણનો લગભગ 30 લાખ કર્મચારી અને 50 લાખ પેન્શનલાભાર્થીઓને લાભ મળશે. સુત્રોએ જણાવ્યું કે ઔધોગીક કર્મચારીઓ માટે મોંઘવારીમાં વધારાનો દર એક જુલાઇ 2013થી 30 જૂન 2014 સુધી 7.45 ટકા રહ્યું હતું. હવે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કર્યો છે.

શ્રમ મંત્રાલયના ઔઘોગીક કર્મચારીઓ માટે ફુગાવોનો આંક શનિવારે જાહેર કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે આ વખતે 1 જુલાઇથી મોંઘાવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરવાની મંજૂરી માટે મંત્રીમંડળની સામે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ પહેલાં યૂપીએ સરકારે ભથ્થા સંશોધન પ્રમાણે 28 ફેબ્રુઆરીએ 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થા 90 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનના લોકો મોંઘવારી ભથ્થામાં 7 ટકાની વૃદ્ધિના પ્રસ્તાવથી ખુશ નથી. કેમ કે તેઓ મોંઘવારી ભથ્થાને મૂળ વેતન સાથે જોડવાની માંગણી કરી રહ્યા છે.

Source : Sandesh news

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો