સોમવાર, 20 એપ્રિલ, 2015

મુખ્યમંત્રીશ્રીએરાજ્ય સરકારના કર્મયોગીઓ માટે તબીબી સારવારના સુગ્રથિત નિયમો જાહેર કર્યા

મુખ્યમંત્રીશ્રીએરાજ્ય સરકારના કર્મયોગીઓ માટે તબીબી સારવારના સુગ્રથિત નિયમો જાહેર કર્યા

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્ય સરકારની સેવામાં રહેલા સરકારી કર્મયોગીઓ-પેન્સનર્સ, વર્કચાર્જ, રોજમદાર, કામદારો, બોર્ડ નિગમના કર્મયોગીઓ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના આશ્રિતો માટે રાજ્ય તબીબી સારવારના સુગ્રથિત નિયમો ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો ર૦૧પ અન્વયે જાહેર કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રચાયેલી મંત્રીમંડળની પેટાસમિતિએ કરેલી ભલામણોનો સ્વીકાર કરીને આ મહત્વાકાંક્ષી નિર્ણયો કર્યા છે.
અત્યાર સુધી તબીબી સારવાર નિયમોની જોગવાઇ મુજબ સારવારનો ખર્ચ માત્ર સરકારી હોસ્પિટલોમાં લેવાયેલી સારવાર માટે રિએમ્બર્સમેન્ટ થતો હતો તેમાં હવેથી સરકારી હોસ્પિટલો ઉપરાંત સરકારી હોસ્પિટલ સમકક્ષ હોસ્પિટલ, રાજ્ય સરકાર દ્વારા માન્ય કરાયેલી એમ્પેનલ્ડ ખાનગી હોસ્પિટલોમાં લીધેલી સારવાર માટે પણ રિએમ્બર્સમેન્ટ મળી શકશે.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો